અમદાવાદ -
સાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટની તબિયત ઝડપથી સુધરી રહી છે. વેન્ટીલેટર આંશિક મુક્ત થયા બાદ અશોક ભટ્ટની સ્વાચ્છોશ્વાસ પ્રક્રિયા નોર્મલ થઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત લીધી હતી. આજે પરિવારના સભ્યોએ અશોકભાઈ જોડે વાતચીત કરી હતી.
સારવાર કરી રહેલા ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે મોટાભાગના લાઈફસપોર્ટર્સ ઓછા કરી નાખવામાં આવ્યા છે. ઇંજેક્શનો ૭૦ ટકા જેટલા ઓછા કરવામાં આવ્યા છે. કીડનીમાં પણ સુધારો જોવા મળ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અશોક ભટ્ટને સંપૂર્ણ ભયમુક્ત જાહેર કરવા માટે હજુ ૨૪ કલાક પસાર કરવા જરૃરી છે. હવે અશોક ભટ્ટ વાતો કરી શકે છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથે અને આજે તેમના પરિવાર સાથે તેમણે વાતચીત કરી હતી.
|