Last Update : 04-Sept..-2010, Saturday

અમિતાભની ટીકા બાદ મેટ્રોનાં પાટા પર ધ્વનિ અવરોધકો મુકાશે

 

મુંબઇ -
સ્વર કિન્નરી લતા મંગેશકરનો સુમધુર્ય સ્વર જે કામ ન કરી શક્યું તે એંગ્રી યંગમેન લેખાતા અમિતાભ બચ્ચનના ઘેરા સ્વરે કરી દાખવ્યું છે. બોલીવુડના શહેનશાહ લેખાતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં મુંબઇની મેટ્રો ટ્રેન અંગે આકરા પ્રત્યાઘાત વ્યકત કરવાને પગલે અધિકારીઓએ ટ્રેનના પાટા પર દૃષ્ટિ અવરોધકો મૂકવાની તૈયારી દાખવી છે.

જેને પરિણામે ટ્રેનના પ્રવાસીઓને પાટા પાસેની ઇમારતો દૃષ્ટિભૂત ન થવા ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને પણ કાબૂમાં રાખી શકાશે. સરકાર પરવાનગી પ્રદાન કરે તો એમએમઆરડીએ તથા મુંબઇ મેટ્રો વન પ્રા.લિમિટેડ (એમએમઓપીએલ)ના વરિષ્ઠ અધિકારીઓએ રેલેવે લાઇન પર 'વ્યુ કટર્સ' (દૃષ્ટિ અવરોધક) મૂકવાની તૈયારી દાખવી છે. જેને પરિણામે પ્રવાસીઓ નજીકની ઇમારતોમાં ડોકિયાં નહીં તાણી શકે એમ તેમણે જણાવ્યું હતું.

'વ્યુ કટર્સ' હકીકતમાં તો ગેલ્વેનાઇઝડ સ્ટીલની શીટ છે. જેના પર પોલિસ્ટીરીન નામે પદાર્થનું આવરણ ચઢાવવામાં આવ્યું હોય છે. જે ધ્વનિ પ્રદૂષણને નાથવાનું પણ કાર્ય કરે છે. બે મહિના અગાઉ સરકારે આર્થર રોડની સલામતીની જાળવણી માટે જેકોબ સર્કલ-ચેંબુર મેટ્રો લાઇન પર તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યુ હતું.
શનિવારે બિગ બીએ બ્લોગ પર મંતવ્ય રજૂ કરીને રાજકીય વાંવટોળ સર્જયો હતો. અમુક લોકાના મતાનુસાર આગામી મેટ્રો પ્રોજેક્ટ પર તેમણે તોપમારો કર્યો હતો. બ્લોગ પર અમિતાભ બચ્ચને મુંબઇમાં પ્રવાસીઓની સુવિધા તથા ખુશાલી માટે આકાર પામતી મેટ્રો રેલ યોજનાને પરિણામે પ્રાયવસી જોખમાતી હોવાનું જણાવ્યું હતું. અભિનેતાના આ પગલાને જુહુ, વિલેપાર્લા તથા વાંદરાના અનેક નિવાસીઓએ આવકાર્યુ હતું. પ્રાયવસી ઉપરાંત તેમના પાડોશમાં શાંતિ જોખમાતી હોવાનો ભય અનુભવનારા લોકોએ પ્રધાનમંડળને ઊંચાણ પર મેટ્રો બાંધવાની જગ્યાએ ભૂગર્ભ મેટ્રો બાંધવાની વિનંતી કરી હતી.

એમએમઓપીએલના અધિકારીઓએ આ સંદર્ભમાં અમિતાભ બચ્ચન તથા અન્ય રહેવાસીઓના ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઉપનગરીય રેલવે તથા બસના નેટવર્કને પરિણામે રેલવેના પાટાની બાજુમાં રહેનારા લોકોના જનજીવન પર આડઅસર ન સર્જાય એ માટે પ્રધાનમંડળે તે સંદર્ભમાં વૈકલ્પિક પગલાં લીધાં હોવાની ખાતરી આપી હતી.

ચારકોપ-વાંદરા-માનખુર્દ તથા વર્સોવા-ઘાટકોપર લાઇન પર ક્રોંકીટની ઇમારતો તથા પાટા પર 'ઇલાસ્ટોમેરિક પેડ' મૂકતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જેને પરિણામે ટ્રેન દ્વારા ફેલાતા ધ્વનિ પ્રદૂષણ અને વાઇબ્રેશન્સ (કંપન)માં ઘટાડો થશે. આ ઉપરાંત ટ્રેનના પૈડા પર તેઓ 'ફલેન્જ લ્યુબ્રિકેશન'નો અમલ કરવાના હોવાનું પણ તેમણે કહ્યું હતું. જેને કારણે બ્રેક મારતી વખતે ઘરઘરાટીભર્યા સ્વરને દૂર કરી શકાશે. ધ્વનિના ફેલાવાને કાબૂમાં રાખવા માટે રેલવેના પાટા પર યુ આકારના કોંક્રીટના ગર્ડર બાંધવામાં આવશે.

એમએમઆરડીએના અગ્રણીના મતાનુસાર વ્યૂ કટર્સ જેવા અવરોધકને પરિણામે શહેરના બાહ્ય દેખાવ પર આડઅસરરૃપ તથા મેટ્રો માટે પણ કુરૃપ સાબિત થશે.
મેટ્રોને પરિણામે ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ઓછું થશે એમ અગ્રણીએ જણાવીને કહ્યું હતું કે કોરીડોર પર પ્રવાસ કરનારા ૩૫ ટકાથી વધારે ઉતારુઓ વાહનમાં મુસાફરી કરવાના સ્થાને ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરશે. આ ઉપરાંત મેટ્રો ફક્ત પાંચ સેકંડમાં એક પોઇન્ટને આવરતી હોવાને કારણે પ્રવાસીઓ આજુબાજુમાં રહેલી ઇમારતોનું યોગ્ય રીતે અવલોકન નહીં કરી શકે એમ જણાવીને ઉમેર્યુ હતું કે ડબલ-ડેકર બસમાંથી પણ નિવાસસ્થાનો જોઇ શકાય છે.

Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved