Last Update : 04-Sept..-2010, Saturday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૯-૨૦૧૦ શનીવાર
શ્રાવણ વદ દસમ (એકાદશીનો ક્ષય)


અજા એકાદશી (સ્માર્ત)
જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ (ચ.પ.)
દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મી.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૨૯ ક. ૨૧ મિ. (શનીવારની રાત્રિ અને રવિવારની વહેલી પરોઢના ૫ ક. ૨૧ મિ.) સુધી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આદ્રૉ બપોરના ૧૨ ક. ૩૩ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચરગ્રહ ઃ- સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૃ-મીન, શુક્ર-તુલા, શનિ-કન્યા, રાહુ-ધન, કેતુ-મિથુન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૨૯ ક. ૨૧ મિ. સુધી મિથુન પછી કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ શક સંવત્સર ઃ વિકૃતિ દક્ષિણાયન શરદ ઋતુ
શ્રાવણ વદ દસમને શનીવાર એકાદશીનો ક્ષય. અજા એકાદશી સ્માર્ત જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ (ચ.પ.) વ્યતિયાતયોગ રાત્રે ૨ ક. ૪૬ મિ. સુધી. વિષ્ટી સવારના ૮ ક. ૧૪ મિ. સુધી. જામખંભાળિયા, વ્રજલાલનાથજીનો ઉત્સવ. ડાકોરમાં, રણછોડરાયજીનો પલના વિજય.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો ચોવીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો સત્તરમો રોજ સરોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

આજનું ભવિષ્ય

મેષ ઃ આજે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી ધંધાના કામમાં રાહત, હળવાશ અનુભવાય. પરંતુ કોઈ પ્રશ્ને ક્ષણિક ગુસ્સો આવી જાય.
વૃષભ ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ધર્મકાર્ય થાય, બહાર કે બહારગામ જવાનું થાય. ધંધાનું કામ થઈ શકે.
મિથુન ઃ આજે આપે કોઈપણ કામમાં ધીરજ-શાંતિ રાખવી. પત્ની-પરિવાર-મિત્રવર્ગના પ્રશ્ને માનસિક પરિતાપ રહે.
કર્ક ઃ વધારાના કામમાં ધ્યાન આપવું પડે. ધર્મકાર્ય કે વ્યવહારિક-સામાજીક કામ અંગે ખર્ચ થાય પરંતુ આનંદ રહે.
સિંહ ઃ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા-શાંતિ-રાહત અનુભવાય. અન્યને મદદરૃપ થઈ શકો. ખર્ચ ખરીદી થાય.
કન્યા ઃ નોકરી ધંધાના, મકાન-જમીન-વાહનના કે સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચિંતા-ખર્ચ જણાય. પરંતુ ધંધો થઈ શકે.
તુલા ઃ આજે આપે યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, ધર્મકાર્યમાં કે નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કર્યા વગર શાંતિથી કામકાજ કરવું.
વૃશ્ચિક ઃ આપની કામગીરીમાં સ્વસ્થતા-શાંતિ જાળવવી તેમજ આરોગ્યની કાળજી રાખવી. ધર્મકાર્ય શાંતિથી કરવું.
ધન ઃ આપ હરો ફરો પરંતુ તમારા અંગત કામ અંગે, અન્યના કામ અંગે માનસિક પરિતાપ-ચિંતા-બેચેની અનુભવો.
મકર ઃ ધર્મકાર્યથી આનંદ-શાંતિ-હળવાશ અનુભવો. ખર્ચ થાય. નોકરી ધંધાના, ઘર, પરિવારના કામમાં પણ ધ્યાન આપી શકો.
કુંભ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા-શાંતિ- આનંદ તમારા ધર્મકાર્ય - આધ્યાત્મિક કાર્યથી અનુભવો. રોજીંદું કામ થઈ શકે.
મીન ઃ કૌટુંબીક-સામાજીક-વ્યવહારીક કે ધાર્મિક કામ અંગે ચિંતા-મુશ્કેલી જણાય. બિમારીથી, પડવા વાગવાથી, વાહનથી સંભાળવું.

[Top]
 

સુપ્રભાતમ્

 

મોટા મુનીશ્વરો સુધારસને છોડી દઈને મારા ચરણ-જળ (ચરણામૃત)ને કેમ પીએ છે ? એવા કુતુહલથી પોતાના પદકમળના જળનું (ચરણામૃતનું- અંગુઠાનું)પાનકરવાનુંકૌતુકકરનારશ્રીગ ોપાલકૃષ્ણ તમારૃં કલ્યાણ કરો ! - અનુ.કુ લીનચંદ્ ર યાજ્ઞિાક

 

[Top]
 
 

આજ નું ઔષધ

રક્તકણો (હિમોગ્લોબિન) વધારનાર દવા

આચાર્ય દ્રઢબલને આવનાર ત્રણેએ પ્રણામ કર્યા. પુત્રી જુહીની વય ઓગણીશ વર્ષની. ચામડીનો રંગ ફિક્કો. પોપચું ખેસવીને જોયું તો જરા પણ રતાશ નહિ. અશક્તિ, થાક, ગુસ્સાની ફરિયાદ અને પગમાં કળતર થાય.
લોહીમાં રક્તકણો પર્યાપ્ત પ્રમાણમાં હોય તો જ આખા શરીરને પ્રાણવાયુ અને શક્તિદાયક ગ્લુકોઝ સતત મળે. જુહીના રક્તકણોની ઓછપ માટે ઉપચાર બતાવ્યો.
ખોરાક નિયમિત પોષક લેવો. રોજ ખજૂર, અંજીર જેવા રક્તવર્ધન દ્રવ્યોનું સેવન કરવું.
(૧) કાસીસભસ્મ એક રતીમાં એથી અર્ધા પ્રમાણમાં સુવર્ણવસંત માલતી મેળવી મધના બે ટીપામાં લસોટીને સવારે-સાંજે ચાટી જવી ઉપર એક ચમચી ભરીને ચ્યવનપ્રાશ ચાવીને ખાવો.
(૨) લોહાસવ, દશમૂલારિષ્ટ બે-બે ચમચી જેટલો લઈ થોડું પાણી ઉમેરી બપોરે-સાંજે ભોજન પછી પી જવો.
(૩) ઋતુ ઋતુના ફળો અને સૂકો મેવો ખાવાનો નિયમ રાખવો.
(૪) શરીરે રોજ તલના તેલની માલિશ કરીને હુંફાળા પાણીથી નહાવું.
દર મહિને પ્રત્યક્ષ મળવા આવવું. ત્રણ માસના ઉપચારથી રક્તકણો વઘ્યા, ચામડીમાં રતાશ આવી, શક્તિ, થાક ચાલ્યા ગયા.
આ બધા જ ઉપચારો નિયમિત કરવાથી રક્તકણો વધે છે. જરૂર પડે ફેમિલી તબીબની સલાહ લેવી.
- લાભશંકર ઠાકર

[Top]
 

આજ ની જોક


શહેરના એક જૂના મંદિરની ઊંચાઈ માપવાની એક હરિફાઈમાં છગન, મગન અને લલ્લુ ભાગ લઈ રહ્યા હતા. શરત એ હતી કે મંદિરની ઉંચાઈ સાચી પહેલો જે માપી લાવશે એને એક હજાર રૃપિયા ઇનામ અપાશે.
છગન એન્જીનીયર હતો, મગન ગણિતશાસ્ત્રી હતો અને લલ્લુ અમદાવાદી હતો.
એન્જીનીયર છગને ઊંચાઈ માપવા માટે મંદિરના પગથિયા અને દિવાલ ચઢીને ઉપર પહોંચ્યો અને એક દોરડું લટકાવીને નીચે ફેંકીને દોરડું માપ્યું.
ગણિતશાસ્ત્રી મગને ટ્રીગોનોમેટ્રીકની મદદથી કાટખૂણા વગેરે ગણીને મંદિરની ઉંચાઈ માપી બતાવી.
જ્યારે લલ્લુ અમદાવાદી હરિફાઈ જીતી ગયો કારણ કે બાજુની એક જૂની હોટલમાં જઈને હોટલ માલિકને મંદિરની ઊંચાઈ પૂછીને એણે ત્રણ જ મિનિટમાં સાચો જવાબ આપી દીધેલો.

[Top]
 

આજ ની રેસીપી

શિંગોડાના લોટનો શીરો

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૧૫૦ ગ્રામ ઘી, જરૃર મુજબ ખાંડ ૧/૩ ગ્લાસ પાણી.
રીતઃ પહેલા પાણીને એક વાસણમાં ગરમ કરી લેવું. ત્યારબાદ કડાઈમાં ઘી મુકવું. ઘી ગરમ થાય એટલે તેમાં શિંગોડાનો લોટ નાંખવો અને ધીમા તાપે સહેજ લાલ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવો.
શેકાઈ જાય એટલે તેમાં ગરમ પાણી રેડવું અને હલાવવું. થોડીવાર રહી ખાંડ પણ નાખી દેવી અને ઘી છૂટે ત્યાં સુધી હલાવતા રહેવું. ઘી છૂટે એટલે શીરો ઉતારી લેવો. તેમાં કાજુ દ્રાક્ષ અને બદામના ટુકડા નાખવા એટલે તમારી સામે લિજ્જતદાર શીરો તૈયાર થઈ જશે.
[Top]

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved